મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ગ્રુપ-ભગતસિંહ બ્લડ ગ્રૂપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરાઇ


SHARE







મોરબીના યુવા શક્તિ ગ્રુપ-ભગતસિંહ બ્લડ ગ્રૂપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરાઇ

મોરબીમાં લોહી માટેની ઈમરજન્સીના સમયે સૌથી વધુ હૈયૈને હોઠે ચડેલા યુવા શક્તિ ગૃપ દ્રારા તાજેતરમાં સિવિલમાં બ્લડ ડોનેટ કરવામાં આવુ હતુ. યુવા શક્તિ ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે.તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને અનેક લોકોને નવજીવન આપી ચુક્યુ છે.ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા એ પ્લસ અને એબી પ્લસ બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૫ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.જેથી દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ન થાય.તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે જે માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા ગ્રુપના સંચાલક પિયુષભાઈ બોપલીયાએ યાદીમાં જણાવેલ છે. તેમજ મોરબીના ખાખરાળાં ગામના યુવાનોએ મોરબીની સરકારી હોસ્પિટલમાં રક્તદાન કર્યું હતુ.બ્લડની  જરૂરિયાત માટે કાર્યરત ભગતસિંહ બ્લડ ગ્રૂપ મોરબીના મુખ્ય એડમીન જગદીશભાઈ વણોલ (મો.૯૫૧૦૩ ૭૬૪૧૧) નો સંપક કરવો તેમ જણાવવામાં આવેલ છે.આ સેવા કાર્યમાં ટીમના રાહુલ સવસેટા, અંકિત વડાવીયા, મિલન સદાતિયા, ભરતભાઇ, ચિરાગ વણોલ તેમજ પાવન વડાવીયા સહીતની ટીમ પરતદાન માટે ખડેપગે રહે છે.






Latest News