જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદના જુના કીડી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પકડાઇ, આથો-દારૂ તથા બાઇક સહિતના મુદ્દામાલ સાથે એકની ધરપકડ-એકની શોધખોળ શરૂ


SHARE











હળવદના જુના કીડી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પકડાઇ, આથો-દારૂ તથા બાઇક સહિતના મુદ્દામાલ સાથે એકની ધરપકડ-એકની શોધખોળ શરૂ

હળવદ તાલુકાના જૂની કીડી ગામે ખારી નદીના વોકડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી.ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, તૈયાર દેશી દારૂ અને બાઈક વિગેરે મુદ્દામાલ મળીને ૧૩,૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વધુમાં જાણવામાં મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના જૂની કીડી ગામની પાછળના ભાગમાં આવેલ ખારી નદીના વોકડામાં બાબુભાઈ ચાવડા અને સહદેવભાઈ કોળીના કબ્જા ભોગવટા વાળી જગ્યામાં દેશી દારૂની ભઠી ચાલુ હોવાની હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૫૦ લીટર આથો તથા ૧૦૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો.જેથી કરીને દારૂનો જથ્થો તથા એક બાઈક આમ કુલ મળીને રૂા.૧૩,૩૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે બાબુભાઈ રવજીભાઈ ચાવડા (૪૦) રહે. કીડી તાલુકો હળવદની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સહદેવભાઈ રૂગનાથભાઈ કોળી રહે. કીડી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની બંનેની સામે ગુનો નોંધીને હવે સહદેવભાઈ કોળીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જુદા જુદા બે વાહન અકસ્માતના બનાવમાં બે લોકોની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલા બે જુદાજુદા વાહન અકસ્માતના બનાવો કે જેમાં લોકોના મોત નિપજયા હતા તે બનાવમાં તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જાણવા મળતી વિગતો પ્રમાણે થોડા સમય પહેલા મોરબીના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઈક સામસામા અથડાયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને તે સંદર્ભે નોંધવામાં આવેલી ફરિયાદમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા તથા રાઇટર વાસુદેવભાઈ સોનગ્રા દ્વારા અકસ્માતના ઉપરોક્ત બનાવવામાં મકરધ્વજ ગોવિંદપ્રસાદ (ઉમર ૨૪) રહે. ઠાકોરજી મંદિર પાસે નગનેધી અત્રાલ ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.તે રીતે જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વધુ એક ફેટલ અકસ્માતના બનાવમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડાંગર તથા રાયટર વિજયભાઈ સવસેટા દ્વારા અકસ્માતના બનાવમાં દેવેન્દ્રપુરી જનકપુરી ગોસ્વામી (ઉમર ૧૯) ધંધો ડ્રાઇવિંગ રહે.માલવણ તળાવની પાછળ મહાદેવ મંદિર પાસે તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી






Latest News