મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે છ વર્ષની બાળકીને ટ્રેકટરની હડફેટે લઇને મોત નિપજાવનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના ઓટાળા ગામે છ વર્ષની બાળકીને ટ્રેકટરની હડફેટે લઇને મોત નિપજાવનારા શખ્સ સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની છ વર્ષની દીકરીને ટ્રેક્ટરમાં હડફેટે લઈને તેનું મોત નિપજાવનાર તેના ભાઇજીના દિકરા ભાઇ સામે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના આલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામે મુકેશભાઈ નાથાભાઈ ઘોડાસરા ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભાયાભાઈ ઠાકુરસિંગ મોહનીયા (૩૭)એ  તેના ભત્રીજા સંજયભાઈ જાલમસિંહ મોહનિયા રહે. હાલ ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સંજયભાઈ તેના હવાલા વાળું ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એ ૧ લઈને મુકેશભાઈ ઘોડાસરાની વાડીએ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે ફરિયાદીની દીકરી મધુબેન ભાયાભાઈ મોહનિયા (૬) ને હડફેટે લેતા તે બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

વાંકાનેર ની જામસર ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી વાસુદેવભાઈ નભુભાઈ વિજવાડિયા જાતે કોળી (૨૦) રહે. ઓળ તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય રોકડા ૪૩૦ રૂપિયા કબજે કરી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News