સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં છોકરી સામે જોવા બાબતે થયેલ ઝઘડાનું સમાધાન કરાવા ગયેલ યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો


SHARE











મોરબી નજીક કારખાનામાં છોકરી સામે જોવા બાબતે થયેલ ઝઘડાનું સમાધાન કરાવા ગયેલ યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ત્યાં છોકરી સામે જોવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેનો કૌટુંબિક ભાઈ ત્યાં સમાધાન કરવા માટે થઈને ગયો હતો દરમિયા ત્રણથી ચાર શખ્સો દ્વારા ધોકા વડે તેને માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કાર્બોલેન્ડ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો શ્યામભાઈ રતનભાઈ (૨૫) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં તેના કાકાના દીકરાને છોકરી સામે જોવા બાબતે બોલાચાલીને ઝઘડો થયો હતો જેથી કરીને તે યુવાન ત્યાં સમાધાન કરાવવા માટે ગયો હતો દરમિયાન ત્રણ થી ચાર જેટલા શખ્સોએ તેને લાકડાના ધોકા વડે આડેધડ માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર સતનામ ગૌશાળાની સામેના ભાગમાં પોલાની વાડીએ રહેતા પોલાભાઈ પાંચાભાઇ લાંબરીયા (૬૦) નામના વૃદ્ધ મોરબીથી માણેકવાડા જવાના રસ્તા ઉપર માણેકવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

લિક્વિડ પી ગઈ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા અવંતિકાબેન જયેશભાઈ પરમાર (૨૦) નામની યુવતી કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે સાંજે સાતેક વાગ્યાના અરસામાં મચ્છર મારવાનું ઓલ આઉટ લિક્વિડ પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે રહેતા વિજયાબેન શાંતિલાલ બાવરવા (૪૬) નામના મહિલા ગામ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે ગામ નજીક બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News