મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીને પાસપોર્ટ સુવિધા કેન્દ્ર આપવા વડાપ્રધાનને રજૂઆત


SHARE







મોરબીને પાસપોર્ટ સુવિધા કેન્દ્ર આપવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી જિલ્લો બની ગયાને અનેક વર્ષો વીતી ગયા છે.છતાં પણ અનેક બાબતોની હજી ત્રુટીઓ જિલ્લામાં જોવા મળે છે જે પૈકી મોરબીમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર ન હોય તેના માટે વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.મોરબીમાં આશરે ૧૫૦૦ જેટલા નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને એટલા જ ઉધોગપતિઓ અહીં કામકાજ માટે બહાર જતા હોય છે અને અન્ય રાજ્ય કે અન્ય દેશમાંથી લોકો કામકાજ માટે મોરબી ખાતે આવતા હોય છે.ત્યારે મોરબીના લોકોને પાસપોર્ટની સુવિધાની જરૂરિયાત ઊભી થાય છે અને તેના માટે અહિડના લોકોએ રાજકોટના ધક્કા ખાવા પડે છે તે માટે અહીંના સામાજિક કાર્યકર દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને મોરબી ખાતે પાસપોર્ટ સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવે તેવી માંગ કરેલ છે.

મોરબી શહેર ઔદ્યોગિક શહેર છે.અહીં સિરામિક, સેનિટેશન, ડાયમંડ, પેપર મિલ, પોલીપેક ઉદ્યોગની સાથે ઘડિયાળ તેમજ નળીયા અને અન્ય અનેક ઉદ્યોગ પણ વૈશ્વિક સ્તરે કાર્યરત છે.મોરબી શહેર કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે મહત્તમ આવક પેદા કરે છે.મોરબી નગરને જલ્દીથી પાસપોર્ટની સુવિધા મળે તે જરૂરી છે.અહીંના ઉદ્યોગપતિઓ ધંધાના કામ માટે દુનીયાભરના દેશમાં ટુર કરે છે.જેથી મોરબીને ટૂંક સમયમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર મળશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે.રાજ્ય સરકારે તાજેતરમાં મોરબી નગરને મહાનગરપાલિકા આપવાનું આયોજન કર્યું છે.મોરબી જીલ્લાનું કેન્દ્ર છે.ઔદ્યોગિક કેન્દ્ર છે અને ધાર્મિક યાત્રાધામો પણ અહિં છે તેથી જરૂરીયાતને ધ્યાને લઇને મોરબી શહેરને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી પાસપોર્ટ સુવિધા કેન્દ્ર મળે તેવી માંગ ઉઠી છે જેથી અહિંના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ વડાપ્રધાન ઉપરાંત વિદેશ મંત્રી, મુખ્યમંત્રી-ગુજરાત, મોરબી કલેક્ટર, સાંસદ કચ્છ તેમજ ધારાસભ્ય સહિતનાઓને રજુઆત કરેલ છેે






Latest News