મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના મહિલા પોસ્ટ માસ્તરે કરી ૯૯ હજારની ઉચાપત


SHARE







ટંકારાના હડમતિયા ગામે આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના મહિલા પોસ્ટ માસ્તરે કરી ૯૯ હજારની ઉચાપત

ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને તેઓની પાસબુકમાં સિક્કા કરી આપ્યા હતા જોકે તે રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા ન હતા અને પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા જેથી કરીને ૯૯ હજાર રૂપિયાનો વિશ્વાસઘાત સરકાર તથા ગ્રાહક સાથે કરેલ હોવાથી પોસ્ટ વિભાગના કર્મચારી દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હડમતીયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર સામે વિશ્વાસઘાત અને નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં રાધે શ્યામ સોસાયટી શેરી નંબર-૧ કોઠારીયા મેઇન રોડ ઉપર રહેતા અને પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ભાવિનભાઈ ભરતભાઈ ગોહેલ જાતે દરજી (૩૫) એ હાલમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર દીપાબેન એમ. ત્રિવેદી રહે વાવડી તાલુકો મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે હડમતીયા ગામે આવેલ પોસ્ટ ઓફિસ ખાતે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે દીપાબેન ત્રિવેદી ફરજ બજાવતા હતા ત્યારે ગ્રાહક સોનલબેન ચિરાગભાઈ વાળાએ ૨૧,૦૦૦ તથા ઉષાબેન હરગોવિંદભાઈ વાળાએ ૭૮,૦૦૦ આમ કુલ મળીને ૯૯ હજાર રૂપિયા પોસ્ટ વિભાગમાં જમા કરાવવા માટે થઈને તેઓને આપ્યા હતા તેની સામે દીપાબેન ત્રિવેદીએ તેઓની પાસબુકમાં સહી સિક્કા કરી આપ્યા હતા અને તે રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં લીધેલ હતા આમ ગ્રાહક તથા સરકાર સાથે વિશ્વાસઘાત કરી નાણાની ઉચાપત કરેલ છે જેથી કરીને હડમતીયા ગામે આવેલ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર દીપાબેન ત્રિવેદી સામે પોસ્ટ વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News