મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક સરકારી ખરાબમાં દબાણ કરીને બનાવી નાખ્યો પાર્ટી પ્લોટ ?: અધિકારીઓ મુકપ્રેક્ષક !


SHARE







મોરબી નજીક સરકારી ખરાબમાં દબાણ કરીને બનાવી નાખ્યો પાર્ટી પ્લોટ ?: અધિકારીઓ મુકપ્રેક્ષક !

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નજીલ વજેપર ગામના સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને ઘણા સમયથી પાર્ટી પ્લોટ બનાવી નાખવામાં આવેલ છે તો પણ અધિકારીઓએ મુક્પ્રેક્ષકની ભૂમિકામાં છે ત્યારે રાજકોટમાં બનેલ ઘટના જેવી કોઈ ઘટના મોરબીમાં બને તે પહેલા સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલ પાર્ટી પ્લોટનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ હાલમાં કલેકટરને આધાર પુરાવા સાથે જે લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોજે- વજેપર ગામના રેવન્યુ સર્વે નં. ૧૧૧૬ ઉપર સરકારી ખરાબાની જગ્યા આવેલ છે. અને તે હાલમાં કલસિક પાર્ટી પ્લોટનું ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને પ્રસંગોપાત ભાડે પણ તે આપવામાં આવે છે. તો પણ કોઈ કાર્યવાહી કેમ તંત્ર દ્વારા કરવામાં આવી રહી નથી અને સરકારી ખરાબાની જગ્યામાં વર્ષોથી જમીન દબાણ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે તો પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે આ પાર્ટી પ્લોટ કોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવે છે ? તે સહિતની તપાસ કરવામાં આવે તો હજુ પણ ચોંકાવનારી માહિતી સામે આવે તેમ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, કોઈ પણ જાતની મંજૂરી કે પરવાનગી વિના હજારોની સંખ્યામાં કોઈપણ પ્રકારની સલામતી વગર તે પાર્ટી પ્લોટમાં પ્રસંગો યોજવામાં આવતા હોય છે. તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં બનેલ દુર્ઘટનામાં ઘણા લોકોએ તેના જીવ ગુમાવ્યા છે તેવી જ રીતે દબાણ કરીને પરવાનગી વગર કોઈપણ જાતની સલામતી વગર જે પાર્ટી પ્લોટ ચલાવવામાં આવે છે ત્યાં દુર્ઘટના બંને તો જવાબદાર કોન ? વગેરે પ્રશ્નો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઉઠાવ્યા છે અને આ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે તપાસ કરીને ગેરકાયદે દબાણ દૂર કરવાની માંગ કરેલ છે






Latest News