મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની કોલેજના પ્રોફેસરએ જુનાગઢ ખાતે આયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સમાં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો


SHARE







મોરબીની કોલેજના પ્રોફેસરએ જુનાગઢ ખાતે આયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સમાં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો

શિક્ષક માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા સીમિત ન રહેતા આજની નવી પેઢી સાથે તાલ મિલાવી શકે એટલો હર હંમેશ બીજી પ્રવૃત્તિમાં પણ અપડેટ હોવા જોઈએ કે જેમાંથી વિદ્યાર્થીઓને પણ પુસ્તકીયા જ્ઞાન સિવાય બીજી પ્રવૃત્તિમાં જોડાવા માટે પણ પ્રેરણા મળવી જોઈએ.આ વાતને સાર્થક કરતા વેકેશનનો સદઉપયોગ કરીને નવયુગ સાયન્સ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર હર્ષદ એમ.મારવણીયાએ રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજિત ખડક ચઢાણ બેઝીક કોર્ષમાં ૧૦ દિવસની તાલીમમાં ભાગ લીધો હતો.અને તેમાં સફળતાપૂર્વક એ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.આ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે.શિબિરથી તેમનામાં ટીમ ભાવના આત્મવિશ્વાસ અને સ્વયંશિસ્ત, મજબૂત મનોબળ હકારાત્મક અભિગમ કેળવવા જેવા ગુણો આત્મસાત કર્યા હતાં.આ શિબિરના સમાપન કાર્યક્રમનું સંચાલન પણ પ્રો.હર્ષદ એમ. મારવણીયાએ કર્યું હતું.આમ દરેક શિક્ષક આવી પ્રવૃત્તિમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતાં રહે તે જરૂરી છે.આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી.ડી.કાંજીયા અને નવયુગ પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવેલ છે.






Latest News