મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં


SHARE







માળીયા (મી) નજીક બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં

માળીયા મીયાણા નજીક આવેલ કંડલા હાઇવે રોડે બ્રિજ ઉપર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને બંને વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને આ બનાવની જાણ ત્યાં કરવા માટેની કવાયત હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના હરીપર પાસે રહેતા અજીત મહાનંદ (૩૨) અને સાંકેતભાઈ પઠાણ (૩૨)  નામના બે વ્યક્તિઓને કંડલા હાઇવે રોડ ઉપર આવેલ બ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં આ બંનેને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયતા હાથ ધરી છે

રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માત 

મોરબીમાં પાડાપુલ નીચે આવેલ બેઠા પુલ ઉપરથી પસાર થતા રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતો બનાવ બનેલ હતો જેમાં મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા સાહિલ મોવર (૧૮) નામના યુવાનને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે






Latest News