મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ચાર જુગારી પકડાયા


SHARE







મોરબી-વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ચાર જુગારી પકડાયા

મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા આવી જ રીતે વાંકાનેરના માટેલ રોડે જુદીજુદી બે જ્ગ્યાએ વરલી જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સો મળી આવતા પોલીસે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની ધરપકડ કરીને હતી અને હાલમાં પોલીસે વિશાલભાઈ હરીશભાઈ ઝાલા જાતે વાણંદ (૨૯) અને અક્ષયચંદ્ર સુરેશભાઈ પાંચોટિયા જાતે પટેલ (૨૬) રહે બંને ડાયમંડનગર વાળાનો સમાવેશ થાય છે અને આ બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકામાં વરલી જુગાર

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકેશ હોટલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બાબુભાઈ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલાપરા જાતે કોળી (૨૦) રહે, માટેલ રોડ દ્વારકેશ હોટલની પાછળ વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા હોય ૫૫૦ રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી આવી જ રીતે વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બળદેવભાઈ ખોડાભાઈ દેગામા જાતે કોળી (૩૫) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૪૭૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News