મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના બેલા ગામે ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન: મયુરનગરમાં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના બેલા (રં.) ગામે આગામી તા.૨૬ મે ના રોજ ચારોલા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે માતાજી તથા સુરાપુરાદાદાના મંદિરે ધ્વજારોહણ તેમજ રાસ ગરબાનું પણ આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.

હાલમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આગામી તા. ૨૬ મે ના રોજ બેલા (રં.) ગામે ચારોલા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે ૪ કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરાશે અને ત્યાર બાદ સાંજે ૬:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદ અને રાતે ૮:૩૦ કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબા રાખવામા આવેલ છે જેથી ચરોલા પરિવારના તમામ લોકોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

શ્રીમદ ભાગવત સપ્તાહ
હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને જોબનપુત્રા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તા ૯ થી ૧૫ મે સુધી મયુરનગર ગામે આ કથા યોજાશે જેમાં કથાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને કથા દરરોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ ચાલુ રહેશે અને ત્યાર બાદ દરરોજ મહાપ્રસાદ રાખવામા આવેલ છે આ કથાની સાથે તા ૧૦ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાસગરબા, ૧૧ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે સુંદરકાંડના પાઠ, તા ૧૩ મે ના રોજ રાત્રે ૮:૦૦ કલાકે શ્રીનાથજીની ઝાંખી, અને તા ૧૪ મેના રોજ રાત્રે ૮:૦૦ કલાકે રાજભા ગઢવી અને મનિષ આહીરનો લોક ડાયરો યોજાશે






Latest News