મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી


SHARE







મોરબી કલેકટર કચેરીના પ્રાંગણમાં શિક્ષકોએ બનાવી મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી

મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો  મોરબી જિલ્લા વહીવટી તંત્ર પણ ૧૦૦ ટકા મતદાન થાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે જેમાં બહેનો મહેંદી, ઘરમાં રંગોળી દોરી, ધંધાર્થીઓ પોતાના વ્યવસાયમાં મતદાન જાગૃતિ માટે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.તો જિલ્લા કલેકટર કચેરીમાં પણ મતદાન જાગૃતિ માટે સુંદર અને વિશાળ રંગોળી દોરવામાં આવી છે.મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ માટે  કલેકટર કચેરીના ગ્રાઉન્ડમાં રંગોળી દોરવામાં આવી છે જેમાં “મારો મત મારો અધિકારનું” સ્લોગન લખવામાં આવ્યું છે.કલેકટર કચેરીમાં નાગરિકો પોતાની સુવિધા અને કામો લઈને આવતા હોય છે.ત્યારે કલેકટર કચેરીના ગ્રાઉન્ડ માં મતદાન જાગૃતિ માટે  દોરવામાં આવેલ રંગોળી  જોઈને મતદાન જાગૃતિ આવે તે માટે આ રંગોળી દોરવા આવી છે.આપણું લક્ષ ૧૦૦ ટકા મતદાનની થીમ ઉપર આ રંગોળી શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે.જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા સહિતનાએ રંગોળી નિહાળીને લોકોને મતદાન અવશ્ય કરવા સંદેશો પાઠવ્યો તેમજ રંગોળી બનાવનાર શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News