વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે વનાળીયાના પાટીયા પાસે બાઇક આડે કૂતરું આવતા અકસ્માત: ઇજા પામેલા મહિલા સારવારમાં


SHARE











મોરબીના નવલખી રોડે વનાળીયાના પાટીયા પાસે બાઇક આડે કૂતરું આવતા અકસ્માત: ઇજા પામેલા મહિલા સારવારમાં

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ વનાળીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇકને આડે કૂતર ઉતરતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૨૦૨ માં રહેતા ભાવિનાબેન જયંતીભાઈ ભીમાણી (૩૨) નામના મહિલા મોરબીથી નવલખી રોડ ઉપર આવેલ વનાળિયા ગામના પાટીયા પાસેથી બાઈક ઉપર પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરું ઉતર્યું હતું જેથી કરીને બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં ભાવિનાબેનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

દવા પી લેતા સારવારમાં

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ વોરાબાગ સામે આરડીસી બેંક પાસે વૃંદાવન પાર્કમાં રહેતા વિશાલ નવીનચંદ્ર દવે (૪૨) નામનો યુવાન દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે






Latest News