મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના અદેપર ગામે નદીમાં કપડાં ધોવા ગયેલ યુવતીનું ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના અદેપર ગામે નદીમાં કપડાં ધોવા ગયેલ યુવતીનું ડૂબી જવાથી મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા અદેપર ગામે રહેતા આદિવાસી પરિવારની યુવતી પંચાસીયા ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી.તે દરમિયાનમાં તે પાણીમાં ડૂબી જતા તેણીનું મોત નિપજયુ હતુ અને તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણ થતા એડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

આ અંગે વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા અદેપર ગામે વાડીના પુલ નજીક પંચાસીયા ગામ જવાના રસ્તે ખેતર પાસે આવેલ નદીના કાંઠે કપડાં ધોવા માટે ગયેલ ટીનાબેન રામુભાઈ બિલવાલ (ઉંમર ૧૭) નામની યુવતી નદીમાં કપડાં ધોવા માટે ગયેલ હતી ત્યારે અકસ્માતે તે પાણીમાં ડૂબી ગઈ હતી.જેથી તેણીનું મોત થતાં ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલ તરફથી જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો બનતો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામેથી મોરબીના નીચી માંડલ ગામ બાજુ બાઈકમાં બેસીને જઈ રહેલા નિર્મળાબેન ભાણજીભાઈ પટેલ (ઉમર ૬૧) રહે. વસ્ત્રાલ અમદાવાદ વાળાઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.આ બાબતે તાલુકા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૨૩-૪ ના રોજ રાત્રિના નવેક વાગ્યે તેઓ બાઈકમાં બેસીને રાતાભેરથી નિચી માંડલ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલા નિર્મલાબેન પટેલને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે પાવર હાઉસ નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારના કાર્તિક પંકજભાઈ ભાંભોર જાતે આદિવાસી નામના આઠ મહિનાના બાળકે તા.૨૩ ના રાત્રિના આઠેક વાગ્યે તેમના ઘરે રમતા રમતા ડીઝલ પી લીધું હતું.જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કાંગરા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા લાખાભાઈ મુળાભાઈ ભરવાડ નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર ઢુવા અને બંધુનગર વચ્ચેથી લાખાભાઈ રોડ ક્રોસ કરતા હતા.ત્યારે કોઈ અજાણી રીક્ષાની હડફેટે ચડી જતા ઈજા પામતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News