મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના રામચોક પાસે વરલીના આંકડા લેતા બે શખ્સ ૧૧,૫૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE







વાંકાનેરના રામચોક પાસે વરલીના આંકડા લેતા બે શખ્સ ૧૧,૫૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેરમાં આવેલ રામચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૫૩૦ રૂપિયા રોકડા તથા ૯૦૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૧,૫૩૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ રામ ચોક પાસે સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા અને પોલીસે તે બંને શખ્સો પાસેથી કુલ મળીને ૨૫૩૦ ની રોકડ તથા ૯૦૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૧,૫૩૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી સરફરાજ હુસેનશા શાહમદાર જાતે ફકીર (૨૬) રહે. મીનારા શેરી રામચોક વાંકાનેર તથા અસલમભાઈ અનવરભાઈ સૈયદ જાતે મુસ્લિમ (૩૩) રહે. મીનારા શેરી રામચોક વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગારી પકડાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે અશોકભાઈ કિશનભાઇ તળેટીયા જાતે દેવીપુજક (૨૩)રણજીતભાઈ છોટુભાઈ કાંજીયા જાતે દેવીપુજક (૫૦) અને રવિભાઈ રામજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૩૫) રહે. બધા લાન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૭૩૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News