મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ રોડે કારખાનામાં પતરા ચડાવતા સમયે નીચે પડતાં શ્રમિક યુવાનનું મોત


SHARE











મોરબીના ભડીયાદ રોડે કારખાનામાં પતરા ચડાવતા સમયે નીચે પડતાં શ્રમિક યુવાનનું મોત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કારખાનામાં પતરા ચઢાવવાનું કામ કરતાં સમયે ઊંચાઈ ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ભડીયાદ ગામે રહેતા જયસિંગ રાઘવસિંગ (૪૫) નામનો યુવાન ભડિયાદ રોડ ઉપર આવેલ ૭૭૭ કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતો હતો દરમિયાન ઊંચાઈ ઉપરથી તે નીચે પટકાતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૧૦૨૦ રૂપિયાની કિંમતની દારૂની ત્રણ બોટલ કબજે કરી હતી અને આરોપી અલ્પેશભાઈ પ્રભુભાઈ ખોખાણી જાતે પટેલ (૩૩) રહે. લોવાસ લક્ષ્મીનારાયણ શેરી ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News