મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રામચોક પાસે વરલીના આંકડા લેતા બે શખ્સ ૧૧,૫૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE









વાંકાનેરના રામચોક પાસે વરલીના આંકડા લેતા બે શખ્સ ૧૧,૫૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા

વાંકાનેરમાં આવેલ રામચોક પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૫૩૦ રૂપિયા રોકડા તથા ૯૦૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૧,૫૩૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ રામ ચોક પાસે સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હતા અને પોલીસે તે બંને શખ્સો પાસેથી કુલ મળીને ૨૫૩૦ ની રોકડ તથા ૯૦૦૦ રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૧,૫૩૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી સરફરાજ હુસેનશા શાહમદાર જાતે ફકીર (૨૬) રહે. મીનારા શેરી રામચોક વાંકાનેર તથા અસલમભાઈ અનવરભાઈ સૈયદ જાતે મુસ્લિમ (૩૩) રહે. મીનારા શેરી રામચોક વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને તેની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગારી પકડાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે અશોકભાઈ કિશનભાઇ તળેટીયા જાતે દેવીપુજક (૨૩), રણજીતભાઈ છોટુભાઈ કાંજીયા જાતે દેવીપુજક (૫૦) અને રવિભાઈ રામજીભાઈ મકવાણા જાતે રાવળદેવ (૩૫) રહે. બધા લાયન્સનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૭૩૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News