મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા


SHARE







વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં કારખાનું આવેલ છે તેમાં કામ કરતી યુવતીને પરિણીત યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ રાખવા સતત યુવતી દબાણ કરતો હતી જેથી કરીને પરિણીત પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે ગુનામાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે

આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ પાંચ વર્ષ પહેલાં વાંકાનેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીની દીકરી કવિતા ચૌહાણબુ હત્યા કરવામાં આવી હતી આ યુવતી વઘાસીયા ગામની સીમમાં આવેલ સુર્યા ઓઈલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી અને ત્યાં કામ કરતા આરોપી ધીરજ સોલંકી સાથે પ્રેમ સબંધ હતો અને શારીરિક સંબંધ પણ હતા. જો કે, આરોપી પરિણીત હતો જેથી કરીને યુવતી સાથેના સબંધ જાહેર થશે તો લગ્નજીવન બગડશે અને સમાજમાં બદનામી થશે તેવું લાગતા તેને સંબંધ છોડવા યુવતીને સમજાવી હતી જોકે, યુવતી તૈયાર ન થતી ન હતી અને તેને રૂબરૂ મળીને તેમજ ફોન કરીને સંબંધ રાખવા દબાણ કરતી હતી. જેથી આરોપીએ યુવતીને કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી હતી. આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વી.એ બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કોર્ટમાં ૪૨ દસ્તાવેજી અને ૧૭ મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ધીરજ સોલંકીને હત્યના ગુનામાં આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. જે દંડની રકમ મૃતકના પરિવારજનોને કમ્પેન્સેશન તરીકે આપવા હુકમ કરેલ છે






Latest News