મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું


SHARE







વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા યુવાને આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલવે લાઈન ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા જાતે લુહાર (૩૮) નામના યુવાને ઢુવા પાસે આવેલ અમૃત સિરામિક કારખાના પાછળથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી જઈ રહેલ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને ધર્મેન્દ્રભાઈને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્તર સંતોષ બુધ્ધરામ સૈનીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News