મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર રહેતો પટેલ યુવાન ઘરેથી કંઈપણ કહ્યા વિના ગુમ, શોધખોળ ચાલુ


SHARE







મોરબીના રવાપર રોડ ઉપર રહેતો પટેલ યુવાન ઘરેથી કંઈપણ કહ્યા વિના ગુમ, શોધખોળ ચાલુ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુતનગરમાં મિલેનિયમ હાઈટમાં રહેતો યુવાન ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે.જેથી કરીને ગુમસુધા ફરિયાદ તેના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતા પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુત નગરમાં મિલેનિયમ હાઈટ્સ બ્લોક નંબર 301 માં રહેતો ઉત્તમભાઈ શૈલેષભાઈ દેથરીયા જાતે પટેલ (ઉમર 23) નામનો યુવાન ગત તા.16-4 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયેલ છે અને ગુમ થઈ ગયેલ છે.જેથી કરીને ગુમ થયેલા યુવાનના પિતા શૈલેષભાઈ ડાયાભાઈ દેથરીયા જાતે પટેલ (50) રહે.મિલેનિયમ હાઈટ્સ બ્લોક નંબર 301 એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનો દીકરો ઉતમ ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપતા પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News