ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અવાડે પાણી ભરવા જતી યુવતીને માથા-ગળા ઉપર લોખંડના પાઈપથી માર માર્યો


SHARE











વાંકાનેરમાં અવાડે પાણી ભરવા જતી યુવતીને માથા-ગળા ઉપર લોખંડના પાઈપથી માર માર્યો

વાંકાનેરના ખંભારા પરા વિસ્તારમાં રહેતી યુવતી અવાડે પાણી ભરવા માટે જતી હતી ત્યારે અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે તેને ગાળો આપી હતી અને લોખંડના પાઇપ વડે માથા અને ગળાના ભાગે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવતીએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના ખંભારા પરામાં રહેતી ડાલીબેન લક્ષ્મણભાઈ ફાંગલીયા જાતે ભરવાડ (૨૧)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેજાભાઈ જીવણભાઈ ગમારા રહે ખંભારા પરા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગામના અવાડે પાણી ભરવા માટે તેને જવાનું થતું હોય તે બાબતે અગાઉ આરોપીએ ફરિયાદી સાથે બે વખત બોલાચાલી કરી હતી અને તેના ભાઈ વિરમ સાથે ઝઘડો પણ કર્યો હતો અને અવારનવાર ગાળો આપતો હતો તેવામાં ગઈકાલે બપોરના સવા વાગ્યાના અરસામાં યુવતી અવાડે પાણી ભરવા જતી હતી ત્યારે આરોપીએ તેને ગાળો આપીને લોખંડના પાઇપ વડે માથામાં તથા ગળાના પાછળના ભાગમાં માર મારીને ઈજા કરી હતી જેથી ઈજા પામેલ યુવતીને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News