મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ ગાડી પોતાની હોવાનું માની લઈને લઈ જવનો પ્રયાસ !: રાજકોટના ૧૩ શખ્સો સામે ફરિયાદ


SHARE







મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલ ગાડી પોતાની હોવાનું માની લઈને લઈ જવનો પ્રયાસ !: રાજકોટના ૧૩ શખ્સો સામે ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ચાર ગોદામની પાછળના ભાગમાં ગુલાબનગરમાં ઘર પાસે તેની ગાડી રાખી હતી દરમિયાન જુદા જુદા વાહનોમાં આવીને આરોપીઓએ કોઈપણ જાતની ખાતરી કે તપાસ કર્યા વગર તે ગાડી પોતાની હોવાનું માનીને લઈ જવાની કોશિશ કરી હતી જેથી કરીને દંપતીએ તેને રોકવાનો પ્રયત્ન કરતા તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળાગાળી કરી હતી અને મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોદામની પાછળના ભાગમાં આવેલ ગુલાબનગરમાં રહેતા શરીફાબેન ઉર્ફે મુમતાજબેન દાઉદભાઈ જામ જાતે મિયાણા (૪૦)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદ ગણપતભાઈ દવે રહે. ખોડીયારનગર રાજકોટ, ભાવિક ભરવાડ, રવિ ભરવાડ, અભય મકવાણા, ધવલ મકવાણા, ધર્મેશ બારોટ, ધવલભાઇ મુકેશભાઈ પ્રજાપતિ, રજત સાવલિયા, પાર્થ પટેલ, વિવેક ઉમરેઠીયા, ભરત ડાંગર, સમીર સલીમભાઈ શાહમદાર અને સાહિલ બોદુભાઈ રહે બધા રાજકોટ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે રસુલભાઈની હુંડાઈ  કંપનીની વેરના ગાડી તા. ૧૮/૪ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરની બહાર રાખવામાં આવી હતી ત્યારે જુદા જુદા વાહનોમાં આવેલા આરોપીઓએ તે ગાડી પોતાની હોવાનું માનીને કોઈ પણ પ્રકારની ખાતરી કે તપાસ કર્યા વગર તે ગાડીને લઈ જવાની કોશિશ કરી હતી જેથી કરીને તેને ફરિયાદી તથા દાઉદભાઈએ રોકતા તેઓની સાથે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વાર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩ અને ૧૪૯ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે






Latest News