મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર અને ટંકારાના અમરાપર નજીકથી દારૂ સાથે બે પકડાયા, મહીલા બુટલેગરની શોધખોળ


SHARE







વાંકાનેરના અમરસર અને ટંકારાના અમરાપર નજીકથી દારૂ સાથે બે પકડાયા, મહીલા બુટલેગરની શોધખોળ

વાંકાનેરના અમરસર રોડ ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી.જેથી કરીને પોલીસે 10,960 રૂપિયાની કિંમતની દારૂની ચાર બોટલો કબ્જે કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહીતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના અમરસર ચેકપોસ્ટ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો.ત્યારે તેની પાસેથી દારૂની ચાર મોંઘીદાટ બોટલો મળી આવતા 10,960 ની કિંમતની ચાર દારૂની બોટલો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી અને દારૂ સાથે મળી આવેલા રાહુલભાઈ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે જાતે જાટ (ઉંમર વર્ષ 20) રહે.સોનીપત સેક્ટર 23 શેરી નંબર 4 હરિયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂ

ટંકારા તાલુકાના અમરાપર-ટોળ રોડ ઉપર આવેલ ઇન્ડિયન ગેસના ગોડાઉન પાસેથી પસાર થઈ રહેલ સીએનજી રીક્ષા નંબર જીજે 23 યુ 4403 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી 160 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂા.3200 ની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 53,200 ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલા ભરતભાઈ હરિભાઈ જાડેજા જાતે દેવીપુજક (ઉંમર વર્ષ 52) રહે.કુબલીયા પરા શેરી નંબર-૫ રાજકોટની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ફરીદાબેન રહે.ચીરોડા તાલુકો ચોટીલા જી.સુરેન્દ્રનગરનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને હવે મહિલા બુટલેગરને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News