મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું


SHARE







મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નેપાળી ચોકીદારએ પત્ની સાથે બોલાચાલી થઇ હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પત્નીએ મોરબી એ ડિવિઝનન પોલીસે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ નેપાળના કાલીકોટના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમાં ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ રૂમમાં રહેતો અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો પરેક દુર્ગાભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉમર 28) નામના નેપાળી યુવાને રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવા માટેના સ્ટેન્ડની લોખંડની એંગલ સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ત્યારબાદ તેના મૃતદેહને તેના પત્ની પુષ્પાબેન પરેકભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉંમર વર્ષ 24) મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરએ જોઇ તપાસીના મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનને તા.16-4 ના રોજ રાત્રે મોબાઈલ ફોનમાં તેના પત્ની સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતે તેને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News