મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૧ એપ્રિલના ખગોળ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા અપીલ


SHARE







મોરબીમાં ૨૧ એપ્રિલના ખગોળ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા અપીલ

આગામી તા ૨૧ એપ્રિલ "ખગોળશાસ્ત્ર દિવસ" છે. "બ્રહ્માંન્ડએ બધું છેજે આપણી આસપાસ છે".ખગોળીય ઘટનાઓની પ્રશ્નોતરી સ્પર્ધામાં  ભાગ લેવા માટે આયોજકો દ્રારા અપીલ કરવામાં આવેલ છે.ખગોળશાસ્ત્ર એટલે ફક્ત આકાશ દર્શન નહી પરંતુ લોકો અંતરિક્ષ તરફ જોવા પ્રેરાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર  મોરબી દ્વારાં તા.૨૧ એપ્રિલ એટલે કે 'આંતરરાષ્ટ્રીય ખગોળ શાસ્ત્ર દિવસનાં અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.ખગોળશાસ્ત્રએ પૃથ્વી અને તેનાં વાયુમંડળની બહારની એટલે કે અંતરિક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે.

ભારતની પ્રાચીન વિધાપીઠોમાં ખગોળ શાસ્ત્રનો પધ્ધતિસર અને ઉંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો.ગ્રહો અને તેની ગતી અને નક્ષત્રો અને અવકાશી ગ્રહો ઉપરથી ગણતરી કરીને ખગોળને લગતી માહીતી એકત્ર કરવામાં આવતી હતી.ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી "આર્યભટ્ટે"  સૌ પ્રથમ પ્રતિપાદીત કર્યુ હતુ કે "પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે વિદ્વાનો આને 'અજરભર' કહેતાં.ખગોળવિજ્ઞાન ક્ષેત્રે "આર્યભટ્ટ" નું મહત્વનું યોગદાન છે.તેથી જ ભારતનાં પ્રથમ ઉપગ્રહનું નામ "આર્યભટ્ટ " રાખ્યુ હતું.આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસે કેટેગરી મુજબના પ્રશ્નનાં જવાબોનો વિડીયો બનાવી ભાગ લેવા સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમા તા.૨૧ સાંજના છ વાગ્યા પહેલા વિડીઓ મોકલવાનો રહેશે.સ્પર્ધકોએ કેટેગરી મુજબ પ્રશ્નના જવાબનો વિડીયો બનાવી મોકલવાનો રહેશે.કેટેગરી જાણવા તેમજ બનાવેલ વિડીઓ મોકલવા માટે એલ એમ.ભટ્ટ અથવા દિપેનભાઈ ભટ્ટના મોબાઇલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦, ૯૭૨૭૯ ૮૬૩૮૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.






Latest News