મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતાં અકસ્માત: ઇજા પામેલા પાંચ વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતાં અકસ્માત: ઇજા પામેલા પાંચ વ્યક્તિ સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો જેમાં કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને ઇજા થઇ હતી જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે ધ્રુવ હોસ્પિટલની પાછળ શ્રીજીનગરમાં રહેતા કરણકુમાર (૨૯)ચિરાગ પરમાર (૩૦), જયેશભાઈ શાહ (૪૫), રાકેશભાઈ નરેશભાઈ (૨૫) અને કાનજીભાઈ (૨૭) નામના પાંચ વ્યક્તિઓ કારમાં બેસીને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાળા ગામના પાટીયા નજીક તેઓની કારનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો અકસ્માત બનાવમાં પાંચેય વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીમાં રહેતા પરમાર સારબાઈ હાસમભાઇ (૫૦) નામના મહિલા ઘર નજીક નવા ડેલા રોડ ઉપર બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના વાવડી ગામે રહેતા જીવીબેન ગીગાભાઈ તરખલા (૮૫) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને વાવડી નજીક આવેલ કબીર આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતાં અકસ્માતના બનાવમાં ઇજા થવાથી વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News