મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજાવડલામાં ગાળો આપવાની ના પડતાં યુવાનને ધોકા વડે માર માર્યો


SHARE







વાંકાનેરના રાજાવડલામાં ગાળો આપવાની ના પડતાં યુવાનને ધોકા વડે માર માર્યો

વાંકાનેર નજીક આવેલ જુના રાજાવડલામાં રહેતો યુવાન તેના બહેનના ઘરે તેની માતાને તેડવા માટે ગયો હતો ત્યારે એક શખ્સે તેને રસ્તામાં તેને ગાળો આપી હતી ત્યારે યુવાને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેને ધોકા વડે જમણા હાથમાં માર મરીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જુના રાજાવડલા ગામે કબ્રસ્તાન સામે વાડીમાં રહેતા વિશાલભાઈ ગોરધનભાઈ દેત્રોજા જાતે કોળી (૨૬)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ ગોવિંદભાઈ ગમારા રહે. રાજાવડલા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાની બહેનના ઘરે પોતાના માતાને તેડવા માટે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આરોપી તેને જોઈ જતા તેણ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ફરિયાદીએ ના પાડતા આરોપીએ ધોકા વડે તેને જમણા હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગરમાં પગપાળા ચાલીને જઈ રહેલ મહેક મહેબુબભાઇ સુમરા (૬) રહે સરવડ તાલુકો માળીયા વાળીને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા તે બાળકીને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે






Latest News