મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરી: કોંગ્રેસની રજૂઆત બાદ ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરી: કોંગ્રેસની રજૂઆત બાદ ગુનો નોંધાયો

મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૫/૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ રાજ્યના ગૃહમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી જેમાં જણાવ્યુ હતું કેછેલ્લા દિવસોની અંદર મોરબી શહેરી વિસ્તારમાં જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને પોલીસના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય છે જેમાં મોરબીના નવા ડેલા રોડે બે મિનિટમાં એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ધોળા દિવસે ચોરીની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News