મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનો જમણો હાથ કોએથી કાપવો પડ્યો


SHARE







વાંકાનેરમાં ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનો જમણો હાથ કોણીએથી કાપવો પડ્યો

વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર પટેલ સમાજની વાડી પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પરના ચાલકે તેને હડફેટ લીધા હતા અને અકસ્માત થયો હતો ત્યારે ડમ્પરની ખાલી સાઈડના વ્હીલ વૃદ્ધના જમણા હાથ ઉપરથી ફરી ગયા હતા જેથી તેનો જમણો હાથ ઓપરેશન કરીને કોણીથી કાપવો પડ્યો હતો અને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા અકસ્માત સર્જીને નાસી ગયેલા વાહન ચાલકને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ એકતા સોસાયટી ટેલીફોન એક્સચેન્જની બાજુમાં રહેતા અલીભાઈ હસનભાઈ સબીબી જાતે આરબ (૬૦) નામના વૃદ્ધે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૧૩ ડબલ્યુ ૧૨૩૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેરના સ્ટેશન રોડ ઉપર પટેલ સમાજની વાડી સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૮૧૪૫ લઈને મીલ પ્લોટમાંથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ડમ્પર ચાલકે તેઓના બાઇકનું કાવું મારતા સમયે ફરિયાદીના બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને ડમ્પરની ખાલી સાઇડના વ્હીલ નીચે ફરિયાદીનો જમણો હાથ આવી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાં ઓપરેશન કરીને ફરિયાદી વૃદ્ધનો કોનીથી નીચેનો હાથ કાપવો પડ્યો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને નાસી ગયો હતો હાલમાં ભોગ બનેલા વૃદ્ધએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચકોગતિમાન કર્યા છે

વરલી જુગાર

હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં બાવળની જાળી પાસે વરની જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા નીતિનભાઈ ખેમશંકરભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૫૭) રહે. હીરાનગર ગોલ્ડ સોસાયટી હળવદ વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૬૫૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News