મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે ગાંધીનગરના છત્રાલથી મળ્યો, જેલ હવાલે


SHARE











મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર ભોગ બનનાર સાથે ગાંધીનગરના છત્રાલથી મળ્યો, જેલ હવાલે

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. જે બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથક ખાતે અપહરણ, પોકસો તથા દુષ્કર્મ સંદર્ભે ફરિયાદ નોંધાવા પામી હતી અને તે બનાવમાં આરોપી ભોગ બનનાર સગીરા સાથે ગાંધીનગર જીલ્લાના છત્રાલમાં હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ત્યાં પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલ હવાલે કરવાનો હુકમ થતા જેલ હવાલે કરાયો હતો.

બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત ફેબ્રુઆરી મહિનામાં મોરબીના સામાકાંઠે આવેલ ઘુંટુ રોડ ઉપરથી એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.જે સંદર્ભમાં ભોગ બનનારના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર.મકવાણા તથા રાઇટર સુરેશભાઈ પટેલ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો હતો.દરમિયાનમાં પોલીસને મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત કેસના આરોપી દીવાકર ગિરવરસિંહ રાજાઠાકુર (ઉમર ૨૩) રહે.મોટાભોટા તાલુકો મહેરોલી થાના મડાવડા જીલ્લો લલિતપુર ઉત્તરપ્રદેશ વાળો ભોગ બનાર સગીરાની સાથે ગાંધીનગર જીલ્લાના છત્રાલ ગામે હોવાની માહિતી મળી હતી.જેના આધારે ત્યાં પહોંચીને આરોપીને પકડવામાં આવ્યો હતો અને ભોગ બનનારને હાલ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. આરોપીને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા દિવાકર રાજાઠાકુરને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા પોલીસ દ્વારા તેને જેલ હવાલ કરવામાં આવ્યો હતો.

જાતે કાંડાના ભાગે ઈજા પહોંચાડતા યુવતી સારવારમાં

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા જુના જાંબુડીયા ગામે સોબર સીરામીક નજીક રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારના પ્રિયાબેન કારપાડીયાભાઈ આંસડા (ઉમર ૧૮) નામની યુવતીએ ગત તા.૨-૪ ના રોજ બપોરના બે વાગ્યાના સમયે તેના ઘરે કોઈપણ કારણોસર જાતે જમણા હાથના કાંડાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી કાપો મારી દીધો હતો.જેથી પ્રિયાબેન આંસડાને અત્રેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સુત્રોને જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા બનાવની નોંધ કરી બનાવના કારણ અંગે આગળની તજવીજ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલા સિમોરા સીરામીક નામના યુનિટમાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સકીનાબેન નાયકભાઈ પઠાણ નામની ૧૯ વર્ષીય યુવતીને લેબર ક્વાર્ટર નજીક તા.૫-૪ ના મોડીરાત્રીના ૨:૩૦ વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આગળની તજવીજ શરૂ કરાઈ હતી.






Latest News