મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અણીયારી ટોલનાક પાસેથી દારૂ-બીયર ભરેલ ટ્રક સહિત ૧.૦૭ કરોડા મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE







મોરબી જીલ્લામાં અણીયારી ટોલનાક પાસેથી દારૂ-બીયર ભરેલ ટ્રક સહિત ૧.૦૭ કરોડા મુદામાલ સાથે એકની ધરપકડ

મોરબી જીલ્લામાં થોડા સમય પહેલ એસએમસીની ટીમે રેડ કરીને દારૂ બીયર સહિત ૨.૨૦ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે હરિયાણાથી કચ્છ બાજુ ટ્રકમાં ભરીને લઈ જવાતા દારૂ અને બિયરના જથ્થાને પકડેલ છે અને ટ્રકમાંથી દારૂની ૨૩,૮૩૦ બોટલ અને બીયરના ૬૭૦૦ ટીન સહિત કુલ મળીને ૧.૦૭ કરોડનો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે

હાલમાં લોકસભાની ચુંટણીની આચાર સહિતા અમલમાં છે ત્યારે દારૂ અને રોકડની હેરફેરી રોકવા માટે ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એલસીબીની ટીમના સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઈ કુગશિયા, ભાગીરથસિંહ ઝાલા અને સંજયભાઈ રાઠોડને મળેલ હકકીત આધારે અણિયારી ટોલનાકા પાસે વોચમાં હતા ત્યારે હળવદ તરફથી આવી રહેલા અને કચ્છ બાજુ જ રહેલા ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૪૯૧૯ ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે ટ્રક ટ્રેઇલરમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૨૩,૮૩૦ બોટલ અને બીયરના ૬૭૦૦ ટીન સહિત કુલ મળીને ૧.૦૭ કરોડનો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપી ટ્રક ચાલક મોહિન્દરસિંગ રશલસિંગ (૪૮) રહે. જમ્મુ વાળાને ઝડપી લીધેલ છે અને તેની પાસેથી આરોપી અરમેશબાબુ રહે. યુપી અને બીટુભાઈ રહે. પંજાબ તેમજ માલ મંગાવનાર ઈસમો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ કામગીરી એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ. ભોચીયા અને ટિમ દ્વારા કરવામાં આવી હતી






Latest News