મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત


SHARE







મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી યુવાને મોરબી નજીક આવેલ સિરામિક કારખાનામાં હતો ત્યારે પથરીની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી સન્નીભાઈ અરવિંદભાઈ પાટડીયા જાતે પ્રજાપતિ (૨૧) નામના યુવાને મોરબી નજીક આવેલ સેગા ટાઇલ્સ નામના કારખાનામાં હતો ત્યારે તા ૧૩/૩/૨૪ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું તા ૬//૪/૨૪ ના રોજ રાતે મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં મૃતક યુવાનના પિતા અરવિંદભાઈ પાટડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સન્નીને છેલ્લા થોડા સમયથી પથરીની બીમારી હતી તેનાથી કંટાળીને તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા હતા જેમાંથી એક દીકરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને એક દીકરો મંદબુદ્ધિનો છે હાલ આપઘાતના આ બનાવ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના દહીસરા ગામે રહેતા ઉર્મિલાબેન બાંભણીયા (૩૦) અને કમીબેન નરગામા (૨૬) નામના બે મહિલાઓને ચાચાવદરડા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News