મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સિટી મોલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનારા આરોપીની ચોરાઉ વાહન સાથે ધરપકડ


SHARE







મોરબીમાં સિટી મોલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનારા આરોપીની ચોરાઉ વાહન સાથે ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સિટી મોલના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમિયાન એ ડિવિઝન પોલીસની ટીમ રાજપર રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે મામાદેવના મંદિર પાસેથી બાઈક લઈને નીકળેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બાઈકના કાગળ મળ્યા ન હતા અને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી તેની આગવી ડબે પૂછપરછ કરવામાં આવતા તે બાઈક તેણે સિટી મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું કરીને પોલીસે ચોરાઉ બાઇક સાથે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ શ્રદ્ધા એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૨ માં રહેતા આદર્શ પ્રાણજીવનભાઈ બારૈયા જાતે પટેલ (૨૧) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની વશરામભાઈ પરમાર રહે. સનાળા રોડ મોમ્સ હોટલની પાછળ રામજી મંદિરની બાજુમાં મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને ગત તા. ૨/૪/૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી રાતના ૮:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સીટી મોલના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ડી ૦૪૨૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમિયાન મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા સિદ્ધરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે રાજપર રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને પસાર થઈ રહેલા શખ્સને મામાદેવના મંદિર પાસે રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બાઈકના કાગળો મળ્યાં ન હતા અને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે તેની આગવી ડબે પૂછપરછ શરૂ કરતા તે બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું અને મોરબીના સિટી મોલના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News