મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી : મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને યુવાનને મરવા મજબૂર કરવાના કેસમાં વધુ બે ની ધરપકડ


SHARE











મોરબી : મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને યુવાનને મરવા મજબૂર કરવાના કેસમાં વધુ બે ની ધરપકડ

મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત શખ્સોની સામે તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરેલ છે.


મૂળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ ફ્લેટ નંબર ૨૮ બ્લોક નંબર ૪૦૩ માં રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયા જાતે પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા દિનેશભાઈ આહિર આસ્થા વાળા, રાજુભાઈ બોરીચા ખાખરાળા વાળા, લાલાભાઇ શનાળા વાળા, ભાવેશભાઈ ગોધવીયા વાવડી વાળા, સંજયભાઈ ભરવાડ, જયેશભાઈ કાસુન્દ્રા અને વિકાસભાઈ પડસુંબીયા રહે.નાની વાવડી ની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના નાના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા (૩૫) એ દિનેશભાઈ આહિર, રાજુભાઈ બોરીચા, લાલાભાઇ અને ભાવેશભાઈ ગોધવીયા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેના ભાઈએ આરોપીઓને રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ધાક ધમકી આપીને તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદીના ભાઈને જયેશભાઈ કાસુન્દ્રા, વિકાસભાઈ પડસુંબીયા અને સંજયભાઈ ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નીકળતા હતા તે રૂપિયા માંગતા તેઓએ સમયસર રૂપિયા નહીં આપીને તેમના ભાઇ ઉપર અસહ્ય માનસિક ત્રાસ આપીને હેરાન કરી તેના ભાઈ રવિને મરવા માટે મજબૂર કર્યો હતો.

જેથી ફરિયાદીના ભાઈ રવિ ગોધવીયાએ ગત તા.૨૨-૨ ના રાત્રે આઠેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ઊંચા વ્યાજે નાણા આપીને બાદમાં તાબડતોબ ઉઘરાણી કરીને યુવાનને ડેમમાં ઝંપલાવીને મરવા માટે મજબૂર કરવાના આ ગુનામાં પહેલા વિકાસ પડસુંબીયા, જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા અને સંજય રમેશભાઈ ઉર્ફે રૈયાભાઈ રાતડીયા અને રાજેશ મેપાભાઈ જારીયા આગોતરા જામીન સાથે રજૂ થતા તાલુકા પીઆઇ દ્વારા તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.હાલ આ ગુનામાં વધુ બે આરોપી આગોતરા જામીન સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રજુ થયા હતા.જેથી પીઆઇ એન.આર.મકવાણા દ્રારા આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા જાતે આહીર (૪૪) રહે.ધર્મ સૃષ્ટિ સોસાયટી ભક્તિનગર સર્કલ પાસે મોરબી મૂળ રહે.બહાદુરગઢ તેમજ ભાવેશ ઉર્ફે ભાવિક ગણેશભાઈ ગોધાવિયા જાતે પટેલ (૩૦) રહે.તપોવન રેસિડેન્સી ઉત્સવ હાઇટ્સ-૩૦૩ ઉમિયા સર્કલ પાસે રવાપર તા.મોરબી મૂળ રહે.નાની વાવડીની નિયમ અનુસાર ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટનો આગોતરા જામીનનો હુકમ હોવાથી તે બંનેને પણ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે કેસમાં મોટા ભાગના આરોપીઓ આગોતરા સાથે રજુ થયા હતા.ત્યાર બાદ તેઓની ધરપકડો કરી જામીન મુકત કરાયા છે..!

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાયમોલ નજીક રહેતા ભગવતીબેન જગદીશભાઈ કંજારિયા નામની ૩૪ વર્ષીય મહિલાને ગઈકાલ તા.૩-૪ ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં તેમના ઘરે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના પી.બી.ઝાલા દ્વારા બનાવની આગળની તપાસ હાથ ધરાયેલ છે.

સગીર સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા નવાઝ જલાલભાઈ મોસાણીયા નામના ૧૬ વર્ષના સગીરને અકસ્માતે ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જીવનધારા હોસ્પિટલ નજીકથી નવાઝ સાઇકલ લઈને જતો હતો.ત્યારે કોઇ કારણોસર તે સાયકલ સહિત નીચે પડી જતા ઈજા થવાથી સારવારમાં લઈ જવાયો હતો.





Latest News