મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પરણિત પ્રેમિકાએ સહિત ત્રણની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પરણિત પ્રેમિકાએ સહિત ત્રણની ધરપકડ

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને તે પરણીતાએ તથા તેની દીકરી અને તેના જમાઈએ યુવાનને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે પરણીત પ્રેમિકા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (૩૬) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન મનુભાઈ ચાવડા, મનીષાબેનની દીકરી અનિતાબેન વાલજીભાઈ પરમાર અને મનીષાબેનના જમાઈ વાલજીભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને મનીષાબેન ચાવડા દ્વારા પોતાના ફોન ઉપરથી ફોન કરીને ગત તા. ૨૪/૨/૨૪ ના રોજ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમજ મનિષાબેનની દીકરી અનિતાબેન અને મનીષાબેનના જમાઈ વાલજીભાઈ અવારનવાર ફોન કરીને ધમકીઓ આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા બીપીનભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૫૦૭, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં આરોપી મનીષાબેન મનુભાઈ ચાવડા (૪૫) રહે. પીપળા તાલુકો ધાંગધ્રા, અનિતાબેન વાલજીભાઈ પરમાર (૨૬) અને વાલજીભાઈ હરિભાઇ પરમાર (૩૦) રહે. બંને સાપકડા તાલુકો હળવદ વાળાની પીએસઆઈ જે.એલ. ઝાલા અને તેની ટીમે ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ ફરિયાદી સાથે વાત થયેલ હતી ત્યારે તેને જણાવ્યુ હતું કે, મનીષાબેન સાથે તેને પ્રેમ સંબંધ હતો અને તેની દીકરી અનિતાબેન અને વાલજીભાઈ અવારનવાર તેને ફોન કરીને ધમકીઓ દેતા હતા અને તેની સામે અગાઉ એક પોલીસ ફરિયાદ પણ કરી હતી અને મનીષાબેન દ્વારા તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

ત્રણ બોટલ દારૂ સાથે આધેડ પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગત રાત્રીના રાઉન્ડમાં હતો ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી નીકળેલ શંકાસ્પદ ઈસમને અટકાવી તેની ઝડતી લેવામાં આવતા તેની પાસેથી જુદી જુદી બે બ્રાન્ડની દારૂની ૩ બોટલો મળી આવી હતી.જેમાં બે બોટલ કિંમત રૂા.૮૦૦ તેમજ એક બોટલ કિંમત રૂા.૨૦૦૦ આમ કુલ મળીને દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા ૨૮૦૦ સાથે સ્થળ ઉપરથી ગુલામહુસેન અલીભાઈ કટિયા (૫૦) રહે.પ્રાથમિક શાળા પાસે ત્રાજપર ખારી વિસ્તાર સામાકાંઠે મોરબી-૨ ની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો હતો.તેઓ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવા જતા હતા..? તે દિશામાં બી ડિવિઝન પોલીસ મથકના ભરતભાઈ ખાંભરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.



Latest News