મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના વ્યક્તિને નબળી મશીનરી આપનાર કંપનીને વ્યાજ સાથે ૧૧.૫૨ લાખ ચૂકવવા આદેશ


SHARE







મોરબીના વ્યક્તિને નબળી મશીનરી આપનાર કંપનીને વ્યાજ સાથે ૧૧.૫૨ લાખ ચૂકવવા આદેશ

મોરબીમાં રહેતા વ્યક્તિએ મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તેના દ્વારા અમદાવાદ સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણમાં ક્રિષ્ના એન્જીનીયરીંગ વર્કસ વટવા સામે મશીનરી નબળી આવતા અને પ્રોડકશન નહી આવતાં તે બાબતે કેઇસ કરેલ ગ્રાહક સ્ટેટ અદાલતમાં કેસ કર્યો હતો અને હેમા મશીન વ્યવસ્થીત કરી આપે અથવા તો ૧૧,૫૨,૬૫૦ તેમજ ૩૦,૦૦૦ માનસીક ત્રાસ અને ખર્ચ પેટે ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના રહીશ કુંદનભાઈ વીઠ્ઠલભાઇ માકડીયાએ મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા અમદાવાદ સ્ટેટ ગ્રાહક તકરાર નિવારણમા અપીલ કરતા ક્રિષ્ના એન્જીનીયરીંગ કાં. વટવા જે કંપની પ્લાસ્ટીક, ફલેકસીબલ પેકેઝીંગ ટાયર કોડ ટેકનીકકલ ટેકસ ટાઇલ્સ પેપર ઇન્ડસ્ટ્રીસ ટેકસ ટાઇલ્સના પ્રોસેરમેગના સાધનો બનાવે છે. કુંદનભાઈએ તેની પાસેથી ૧૧,૫૨,૬૫૦ રૂપિયા આપી મશીનરી ખરીદેલ હતી તે તપાસ કરતાં કંપની તરફથી પેકીંગ લીસ્ટમાં દર્શાવેલ આઇટમો પુરી પાડવામાં આવેલ નથી અને સ્થાનીક જગ્યાએ મશીનરી ચાલુ કરી આપેલ નહી તેમજ વારંવાર કહેવા છતા મશીન રીપેર કરેલ નહી આ અંગે કેઇસ ચાલી જતાં ક્રિષ્ના એન્જીનીયરીંગ વટવા વાળાને કોર્ટ હુકમ કરેલ કે ગ્રાહકને વ્યવસ્થીત મશીનરી શરૂ કરી આપે અથવા તો તા. ૨૫/૬/૧૭ થી વાર્ષીક ૯ ટકાના વ્યાજ સાથે ૧૧,૫૨,૬૫૦ અને ૩૦,૦૦૦ માનસીક ત્રાસ અને ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.






Latest News