મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત અને હાર્ટની સારવાર દરમિયાન વૃધ્ધનું મોત


SHARE







મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત અને હાર્ટની સારવાર દરમિયાન વૃધ્ધનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હાર્ટની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આવી જ રીતે મોરબીના લખધીરવા ચોકમાં આવેલ અક્ષર પેલેસમાં રહેતા આધેડનું હાર્ટ અટેકથી મોત નીપજયું હતું આ બંને બનાવા અંગેની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરમાં આવેલ લખધીરવાસ પાસે ભવાની ચોક નજીક અક્ષર પેલેસ-૨ ના બીજા માળે ફ્લેટ નંબ- ૨૦૧ માં રહેતા મનોજભાઈ પુષ્કરભાઇ દવે જાતે બ્રાહ્મણ (૫૪) નામના આધેડને ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ નિલેશભાઈ પુષ્કરભાઇ દવે જાતે બ્રાહ્મણો (૪૮)  રહે લખધીરવાસ ચોક અક્ષર પેલેસ-૨ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શ્રીમદ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પ્રેમજીભાઈ ઉંસાગરીયા (૭૨) નામના વૃદ્ધને બીમારીની હાર્ટની સારવાર દરમિયાન આયુષ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા જેથી પીએમ માટે તેની ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની આગળની તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી રહી છે






Latest News