મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા અને હળવદમાં ચાર રેડ: ૧૦૧ બોટલ દારૂ-૧૫૬ બીયર કબજે, બે આરોપી પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબી શહેર-તાલુકા અને હળવદમાં ચાર રેડ: ૧૦૧ બોટલ દારૂ-૧૫૬ બીયર કબજે, બે આરોપી પકડાયા, બેની શોધખોળ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે ચાની હોટલમાં, કુલીનગર-૨ માં રહેણાક મકાનમાં અને મોરબીના જુના બસ સ્ટેશન નજીક તેમજ હળવદ તાલુકામાં દારૂની જુદાજુદા ચાર રેડ કરી હતી ત્યારે પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરેલ છે અને બે આરોપીને પકડવામાં આવ્યા છે જો કે, બે આરોપીને પકડવા માટે તપાસ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ અશ્વમેઘ હોટલની પાછળના ભાગમાં આવળ પાર્કિંગ નજીક આવેલ ચાની હોટલમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને ૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૧,૨૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી લાલજીભાઈ કુકાભાઈ પાંચિયા જાતે ભરવાડ (૨૮) રહે. ભડીયાદ રોડ હરિઓમ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે

દારૂ બીયર પકડાયો

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગર-૨ માં રહેતા લાલો જેડાના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની-મોટી ૬૮ બોટલો તેમજ બિયરના ૯૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૨૫,૭૩૫ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા જ્યારે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

૩ બોટલ દારૂ

મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશન પાસે વ્રજ હોટલની સામે જાહેરમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મોહનભાઈ મનુભાઈ રાણેવાડિયા જાતે કોળી (૨૩) રહે. વજેપર શેરી નં-૨૩ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

૬૦ બીયર

હળવદ તાલુકાના ધનપરા ખાતે રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી બિયરની ૬૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નિલેશભાઈ ઘનશ્યામભાઈ સુરેલા જાતે કોળી રહે. ધનપરા હળવદ વાળો ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની સામે હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે તેવી માહિતી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે






Latest News