ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: કરિયાવર ઓછો લાવી હોવાનું કહીને પિતાની જમીનમાં ભાગ માંગવા દબાણ કરતાં પતિ સહિત છ સામે મહિલાએ કરી ફરિયાદ


SHARE











મોરબી: કરિયાવર ઓછો લાવી હોવાનું કહીને પિતાની જમીનમાં ભાગ માંગવા દબાણ કરતાં પતિ સહિત છ સામે મહિલાએ કરી ફરિયાદ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતી પરણીતાને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને તેના પિતાની જમીનમાં ભાગ માંગવા માટે દબાણ કરવામાં આવતું હતું અને અવારનવાર મેણાં ટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો આટલું જ નહીં અંધશ્રદ્ધા રાખીને ગાળો પણ આપતા હતા જેથી ભોગ બનેલ પરણીતા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને છ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામના મૂળ રહેવાસી અને હાલ માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા સંગીતાબેન વિનોદભાઈ મકવાણા (૨૫) નામના મહિલાએ તેના પતિ જગદીશભાઈ વાલજીભાઈ ચૌહાણ, સસરા વાલજીભાઈ મૂળજીભાઈ ચૌહાણ, સાસુ પ્રભાબેન વાલજીભાઈ ચૌહાણ, જેઠ નરેશભાઈ વાલજીભાઈ ચૌહાણ, દિયર મુકેશભાઈ વાલજીભાઈ ચૌહાણ રહે. પાંચે માણેકવાડા તેમજ ધનજીભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. નવા દેવળીયા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ સહિતના સાસરીયાઓ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરવામાં આવતી હતી અને કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને તેના પિતાની જમીનમાં ભાગ માંગવા માટે દબાણ કરતા હતા અને અંધશ્રદ્ધા રાખીને ગાળો આપી મારકૂટ કરી ખોટી ચડામણી કરી અવારનવાર મેણાં ટોણાં મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા જેથી ભોગ બનેલ પરિણીતા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના દલડી ગામના પાટીયા પાસે રેલવે સ્ટેશન રોડ ઉપરથી સરધારકા ગામે રહેતા ભુપતસિંહ લાલુભા ઝાલા જાતે દરબાર (૫૨) નામના આધેડ બાઈક નંબર જીજે ૩૬ એબી ૨૯૮૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બીવાય ૯૦૩૫ ના ચાલાકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો અને અકસ્માતના બનાવમાં આધેડને ડાબા પગમાં નળાના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News