ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી


SHARE











હળવદના સુસવાવ ગામે વાડીમાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૧.૩૫ લાખના મુદામાલની ચોરી

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ત્યારે ત્યાં મુખ્ય દરવાજાનું તાળું રસોડામાં અભેરાઈ ઉપર પડેલ ડબ્બામાંથી ચાવી મેળવીને ખોલી નાખ્યું હતું અને ઘરની અંદર તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તિજોરી અને ટંકના લોક-નકુચા તોડીને તેમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ ૨૫,૦૦૦ રોકડા આમ કુલ મળી ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ તરીકે ઓળખાતી સીમમાં સુરેશભાઈ કરસનભાઈ ડાભી જાતે કોળી (૩૩) નામના યુવાનની વાડી આવેલ છે અને તે વાડીના અંદર તેમણે રહેણાંક મકાન બનાવેલ છે આ રહેણાંક મકાનના મુખ્ય દરવાજાની ચાવી ત્યાં અભેરાઈ ઉપર પડેલા ડબ્બામાંથી મેળવીને દરવાજો ખોલી રૂમમાં અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિજોરીનો લોક તોડી નાખ્યો હતો અને ટંકના તાળા અને નકુચા તોડી નાખીને તેમાંથી ૬૦૦ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ છ તોલા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ અને રોકડા રૂપિયા ૨૫,૦૦૦ આમ કુલ મળીને ૧,૩૫,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા સુરેશભાઈ ડાભી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ કે. એચ. અંબારિયા ચલાવી રહ્યા છે






Latest News