મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચૂંટણી અન્વયે ૧૧૨૯ પરવાનાવાળા હથિયારો જમા કરાયા


SHARE







મોરબી જિલ્લામાં ચૂંટણી અન્વયે ૧૧૨૯ પરવાનાવાળા હથિયારો જમા કરાયા

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તા.૭/૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે મોરબી જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. મોરબી જિલ્લામાં ૩૧ માર્ચ સુધીમાં ૧૧૨૯ હથિયારો જમા કરવામાં આવ્યા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન મુકત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર મોરબી જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્વિત અપવાદ સિવાયના) માટે હુકમ કરવામાં આવ્યો હતો. જે અન્વયે જિલ્લામાં ૧૨૨૧ પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી ૧૧૨૯ હથિયારો જમા લેવામાં આવ્યા છે. એટલે કે હથિયાર જમા લેવાની ૯૨ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીના ૯૨ જેટલા હથિયારો જમા લેવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે






Latest News