મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ


SHARE







રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે થઈને છે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે તેને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જેમાં પરસોતમભાઇ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં કાર્યક્રમમાં તેણે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે શબ્દ પ્રયોગ કર્યા હતા તેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને રાજપુત કરણી સેનાના ગુજરાત તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ અગાઉ કરવામાં આવી છે તેવામાં આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ તેની રાજકોટ બેઠક ઉપરથી ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આગામી સમયમાં રાજકોટ બેઠક ઉપરથી પરસોતમભાઇ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ભાજપ દ્વારા તો ક્ષત્રિય સમાજની જે વિવિધ ૧૦૦ જેટલી સંસ્થાઓ છે તેના દ્વારા બનાવવામાં આવેલ કમિટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે મુજબ વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવશે અને શહેરથી લઈને ગામડા સુધી ભાજપ વિરોધી મતદાન કરવા માટે થઈને લોકોને અપીલ કરવામાં આવશે તેવું વાંકાનેર ક્ષત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું છે






Latest News