વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ચેક આપી વિશ્વાસ ભંગ કરનાર લોકો સાવધાન : મોરબીમાં સમાધાન માટે આપેલ ચેક રિટર્ન થતા દેવાદારને રૂા.૮ લાખનો દંડ એક વર્ષની સજા


SHARE











ચેક આપી વિશ્વાસ ભંગ કરનાર લોકો સાવધાન : મોરબીમાં સમાધાન માટે આપેલ ચેક રિટર્ન થતા દેવાદારને રૂા.૮ લાખનો દંડ એક વર્ષની સજા

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને રૂા. ૮,૦૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધની કોર્ટએ કરેલ છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી નાનક ઇન્ફાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર, રહે-૨૦૪ બાબુભાઇ ચેમ્બર, આથવા ગેટ, સુરતવાળા સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસમાં ચેક રીટર્નના કેસમાં થયેલા સમાધાન પેટે રૂા.૫,૫૦,૦૦૦ નો ચેક આરોપીએ પોતાની સહી કરીને ફરીયાદીને આપેલ.જે ચેક પરત ફરતા ફરીયાદીએ આ હાલની ફરીયાદના આરોપી-ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ ની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલો અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તા.૨૯-૩-૨૪ ના રોજ ત્રીજા એડી. ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ એ આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૮ લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે.નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સાથે સમાધાન કરી સમાધાન પેટેનો ચેક આપી ફરીયાદી સાથે વિશ્વાસ અને ભરોસાનો ભંગ કરતાં આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો કોર્ટેએ આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે,ભટ્ટ રોકાયેલા હતા.






Latest News