મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે યુવાને આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો


SHARE







હળવદના કડીયાણા ગામે યુવાને આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા યુવાને ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નરેશભાઈ નાગરભાઈ પારઘી (૩૦) નામના યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે ચરાડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગર નામના વ્યક્તિ આદિત્ય હોસ્પિટલ સામેના ભાગમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા પગના ભાગે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા અનિલભાઈ ગગનસિંગ વસુમિયા (૨૨) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરેશભાઈ સુરેશભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (૨૨) નામનો યુવાન મોરબીના રફાળેશ્વર ગામ પાસે ખોડીયાર માતાજીના મંદિર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેરે સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે






Latest News