મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી વીસી ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તેવી માંગ સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે જેના લીધે અકસ્માતો પણ થાય છે. ત્યારે મોરબીના વીસી ફાટક પાસે જો અંડરપાસ બ્રીજ બને તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. અને ફાટક વારંવાર બંધ થતી લોકોને થતી હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી જશે હાલમાં મોરબીમાં નટરાજ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે. તેથી વધુમાં વધુ ટ્રાફીક વીસી ફાટક પાસે થાય છે જેથી કરીને વહેલી તકે મોરબી વીસી ફાટક અંડરપાસ બ્રીજ બનાવમાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં લખ્યું છે કે, ન્યાયાધીશના કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ ટુંકાવીને તે જમીનનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, મોરબીમાંથી સામાકાંઠે જતાં વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે. ત્યારે પોલીસ અને ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે વાહન ચાલકોને જે ઘર્ષણ થાય છે. તેના બંધ થઈ જશે અને લોકોની સુવિધામાં વધારો થશે જેથી કરીને વહેલી તકે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તે અનિવાર્ય છે






Latest News