મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક  નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન-આતિશબાજી કરનારા ચાર સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેર નજીક  નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન-આતિશબાજી કરનારા ચાર સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર વાંકાનેરના ચંદ્રપુર પાસે બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ નેશનલ હાઇવે ઉપર આતિશબાજી કરવામાં આવી હતી જેનો વિડીયો વાયરલ થયેલ હતો અને તેના સમાચાર આવ્યા પછી પોલીસ હરકતમાં આવી હતી અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ચાર શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે રોડ ઉપર ર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને હાઇવે ઉપર આતિશબાજી કરવામાં આવી હતી જે વિડીયો વાંકાનેર પોલીસના ધ્યાને આવતા વાંકાનેરમાં આવેલ મીસરી હોટલની સામેથી વાંકાનેરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે જાહેર રોડ ઉપર રાત્રીના સમયે ચારેક શખ્સો પુંઠાના બોક્સમા એક સાથે ફટાકડાનો જથ્થો રાખી ફટકાડતા ફોડતા તેમજ ફોર્ચ્યુનર કાર નં. જીજે ૩ એમએચ ૫૩૦૦ ના બોનેટ ઉપર બર્થડે કેક રાખી રોડ ઉપર તેમજ હાથમા ફટાકડાના બોક્સ રાખી ફટાકડા ફોડતા હતા અને બર્થડે કેક કાપી રહ્યા હતા જેથી કરીને વાહન ચાલકો તથા રાહદારીઓને અડચણ તથા ભયનુ વાતાવરણ ઉભુ કરી બર્થડે સેલીબ્રેશન કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ફોર્ચ્યુનર કાર બાબતે તપાસ કરતાં તે કાર બુરહાનભાઈ તૈયબભાઇ મલકાની રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર વાળાની હોવાનું સામે આવ્યું હતું અને તેના મિત્ર હુશેનભાઇ સબીરભાઈ હાથી રહે. વોરાવાડ શેરી નં.૪ વાંકાનેર વાળાનો તા.૨૭/૩ ના રોજ જન્મ દિવસ હતો જેથી આ બન્ને તેમજ તેની સાથે અમીરભાઇ મુસ્તાકભાઇ તાજાણી અને અજીજભાઇ મુસ્તુભાઇ સરાવાલા રહે, બન્ને વોરાવાડ શેરી નં. ૪ વાંકાનેર વાળા વાંકાનેરમાં આવેલ મીસરી હોટલની સામે વાંકોનરથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે જાહેર રોડ ઉપર કારના બોનેટ ઉપર બર્થ ડે કેક રાખી કેક કાપી હતી અને ફટાકડા ફોડયા હતા જેથી આ ચારેય શખ્સોની સામે આઈપીસી કલમ ૨૮૩, ૨૮૬, ૧૧૪ તેમજ એમવી એકટ કલમ-૧૨૨ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ છે અને ચારેય આરોપીઓને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને લઈ આવીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News