મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સીરામીક એસો.ના હોલમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના સીરામીક એસો.ના હોલમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબીના સિરામીક એસો. હોલ ખાતે સિરામીક એસો.ના ઉપક્રમે ઉદ્યોગો અને કારખાનાઓના મજૂરો તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લો મતદાનમાં પ્રથમ જિલ્લો બને તેવી મોરબીવાસીઓ પ્રત્યે અપેક્ષા રાખું છું. મતદારોને મત આપવામાં કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવનાર છે. આ ઉપરાંત ૮૫ વર્ષ કે તેથી વધુ ઉમરના વયોવૃદ્ધ લોકો તેમજ દિવ્યાંગો માટે ઘર બેઠા મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક મતદાન મથક પર વ્હીલ ચેરની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સીરામીક કારખાનાઓ સાથે જોડાયેલ વ્યક્તિઓ તેમજ કર્મચારીઓ ૭ મી મેના રોજ પ્રથમ મતદાન કરવાનો આગ્રહ રાખે અન્ય કામોને ત્યાર બાદ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. અને માલિકો અવશ્ય મતદાન કરે તેમજ કારખાનામાં કામ કરતાં કર્મચારીઓને પણ મતદાન કરવા પ્રેરણા આપવી જોઈએ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જે. એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભારત દેશ દુનિયોનો સૌથી મોટો લોકશાહી દેશ છે. લોકશાહી પ્રજા દ્વારા મળે છે. આપણા બંધારણમાં મતદારોને મતદાન માટેની તક આપી છે. વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લ્યે તે બંધારણના ઘડવૈયાઓનો ઉદેશ્ય હતો  

મોરબી સીરામીક એસો. વીટ્રીફાઇડ ટાઇલ્સ ડીવીઝનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે ભારત દેશમાં લોકશાહીમાં મતદાનનું પણ ખુબજ મહત્વ હોય ૭ મી મે ના રોજ અવશ્ય મતદાન કરીએ. મોરબી જિલ્લામાં દરેક વ્યક્તિ મતદાન બાબતે જાગૃત બને અને કોઈપણ મતદાર મતદાનના હકથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી, આયોજનો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મતદાનની પવિત્ર ફરજ માટે મતદાર જાગૃતીફિલ્મ બતાવવામાં આવી હતી. સાથે હું મતદાન કરીશતે અંગે સિગ્નેચર ઝુંબેશ હાથ ધરાઈ હતી.  આ કાર્યક્રમમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર સહિતના અધિકારીઓએ અને સીરામીક એસો. વોલ ટાઈલ્સ પ્રમુખ હરેશભાઈ બોપલીયા, ફ્લોર ટાઈલ્સ પ્રમુખ વિનુભાઈ ભાડજા, સેનટરીવેર પ્રમુખ કીરીટભાઈ પટેલ, પુર્વપ્રમુખ મુકેશભાઈ ઉધરેજા સહિતના ઉદ્યોગકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News