મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની બદલી થતાં મોરબી બાર એસો. દ્વારા વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની બદલી થતાં મોરબી બાર એસો. દ્વારા વિદાય સમારોહ યોજાયો

મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ પી.સી. જોશીની મોરબી જિલ્લામાંથી બદલી થયેલ છે ત્યારે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ પી.સી. જોશીની પોરબંદર બદલી કરવામાં આવી છે ત્યારે મોરબી બાર એસો. ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા તમામ હોદેદારો દ્વારા મોરબીના લાલબગમા આવેલ વકીલ મંડળના રૂમમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા, ઉપ્રપમુખ ટી.બી. દોશી, સેક્રેટરી વી.વી. શેરશીયા, જોઈન્ટ સેક્રેટરી યુ.આર. જાડેજા, કારોબારી સભ્યો એસ.આર. પટેલ, કે.ડી. પરમાર, બી.એન. ઝાલા તથા મોરબી બારના સીનીયર એકવોકેટ દ્વારા શ્રીફળ તથા મોમેન્ટો આપીને જજ પી.સી. જોશીને વિદાયમાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોરબી જિલ્લાના તમામ જજ સાહેબઓ, મોરબી બારના તમામ સરકારી વકીલો તથા મોરબી બારના તમામ વકીલો સહિતના હાજર રહ્યા હતા






Latest News