ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

દ્વારકા સાથે દર્શન કરીને આવ્યા બાદ હળવદના ચુંપણી ગામેથી કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીકિને કરી આધેડની હત્યા


SHARE











દ્વારકા સાથે દર્શન કરીને આવ્યા બાદ હળવદના ચુંપણી ગામેથી કૌટુંબિક ભાઈએ છરીના ઘા ઝીકિને કરી આધેડની હત્યા

હળવદ તાલુકાના ચુંપણી ગામેથી બે કૌટુંબિક ભાઈઓ ચારેક દિવસ પહેલાં દ્વારકા અલગ-અલગ બાઈક લઈને દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારે આધેડ તેના કૌટુંબિક ભાઈનો સંગાથ કરવા રહેલ ન હતા જે બાબતનું મનદુખ રાખીને તેને પોતાની વાડીના સેઢે નહીં ચાલવાનું કહી આધેડ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે છરીના પેટ, છાતી પડખાના ભાગે આડેધડ ઘા ઝીકિ દીધા હતા જેથી આધેડનું મોત નીપજયું હતું અને એક મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં મૃતક આધેડના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઈ ઓળકિયા (૫૫) અને તેના કૌટુંબિક ભાઈ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયા તેઓના ગામના ઝાપા પાસે હતા ત્યારે ત્યાં રામાભાઈ મોહનભાઈ ઓળકિયા ઉપર તેના કૌટુંબિક ભાઈએ છરી વડે છાતી, પેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને રામાભાઇ મોહનભાઈ ઓળકિયાનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા ભરતભાઈ રામાભાઈ ઓળકિયા (૩૨) રહે. ચુંપણી વાળાએ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચારેક દિવસ પહેલા અલગ અલગ બાઈકમાં તેઓના પિતા રામાભાઇ અને તેના કૌટુંબીક કાકા ગણેશભાઈ દ્વારકા ગયા હતા ત્યારે ફરિયાદીના પિતા રામાભાઇ આરોપીનો સંગાથ કરવા માટે રહેલ ન હતા અને તે બાબતનું મનદુખ રાખીને ગણેશભાઈએ પોતાની વાડીના શેઢે નહીં ચાલવાનું કહ્યું હતું અને છરી વડે તેના ઉપર હુમલો કરી છાતી, પેટ અને પડખાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને વાલીબેનને જમણા હાથની હથેળીમાં છરી મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને મૃતક આધેડા મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે






Latest News