મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં થયેલ આંગડિયા લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી સીરામીક પ્લાઝા કોમ્પલેશમાં જે.પી. આંગડિયા પેઢીમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમા ચાલી જતાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે

મોરબી બી ડીવી પોલીસ સ્ટેશનમાં તા ૧૯/૩/૨૦૧૬ ના રોજ ફરિયાદી એવી ફરીયાદ આપી હતી કે, બીપીન નરભેરામભાઈ પટેલ તથા ઈજા પામનાર ભરત નારણભાઈ પટેલ જે.પી. આંગડિયા  પેઢીની ઓફીસ બંધ કરી નીચે ઉતરતા હતા તે દરમીયાન ત્રીજા માળે પગથીયા ઉપર મોઢા ઉપર માસ્ક પહેર ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા અને આંખોમાં મરચાની ભુકી છાંટી ઈજા પામનાર સાહેદને તીક્ષ્ણ હથીયારથી ઈજા કરી હતી અને રોકડ ૧૨,૦૦,૦૦૦ ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોન તેમજ ફરીયાદી સાથે જપાજપી કરી મુંઢ ઈજા કરીને રોકડ ૧૨,૦૦,૦૦૦ ભરેલ થેલો તથા બે મોબાઈલ ફોનની લુંટ કરી હતી અને આરોપીઓએ ગુનો કરી નાશી ગયેલ હતા જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી

આ કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો જેમાં આરોપી રાજેશ ઉર્ફે રાજૂ પ્રભુભાઈ વડાવીયા (પટેલ), જીતેન્દ્ર ભગવાનજી વડાવીયા (પટેલ), દીના ઉર્ફે દીનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ વતી મોરબી જીલ્લાના વકીલ  દીલીપભાઈ અંગેચાણીયા રોકાયેલ હતા જેમાં ફરીવાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પણે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારે તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ આ કામે સીસીટીવી કબજે થયેલ નથી. તેમજ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવેલ નથી. અને આરોપીઓ સામે કોઈ પુરતો પુરાવો ન હોય જેથી આરોપીઓને નિર્દોષ છોડવામાં આવે તેવી દલીલ કરી હતી જેથી બંન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના વકીલ દીલીપભાઈ અગેચાણીયાની દલીલોને માન્ય રાખીને કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા અને રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News